અમદાવાદમાં 2020ના બીજા તબક્કામાં ઓફિસ લિઝીંગ 0.82 મિલિયન ચો.ફૂટના રેકોર્ડ સ્તરે

Share this:

  • 2020ના Q4માં ત્રિમાસિક ધોરણે 1,174%નો વધારોઃ નાઇટ ફ્રેંક ઇન્ડિયાના સર્વેમાં મહત્વની બાબતો સામે આવી
  • 2020ના બીજા તબક્કામાં ઓફિસ માર્કેટમાં મુખ્ય વૃદ્ધિ ચાલક પરિબળ આઇટી રહ્યું
  • 2020ના Q4માં ત્રિમાસિક ધોરણે રહેણાંક વેચાણમાં 139%નો ઊછાળો
  • 2020ના બીજા તબક્કામાં રૂ. 50 લાખથી નીચેની કિંમતના ઘરો સતત પસંદગી બની રહ્યા, ઊંચી કિંમતની ઘરોના વેચાણમાં પણ વધારો

અમદાવાદ: નાઇટ ફ્રેંક ઇન્ડિયાએ આજે ઇન્ડિયા રિયલ એસ્ટેટઃ H2 2020 પરનો સૌપ્રથમ અર્ધવાર્ષિક અહેવાલની 14મી આવૃત્તિ લોન્ચ કરી છે જેમાં જુલાઇ-ડિસેમ્બર 2020 (2020ના બીજા તબક્કામાં) આઠ મોટા શહેરોમાં રહેણાંક અને ઓફિસ માર્કેટ પર્ફોર્મન્સનું વ્યાપક પૃથ્થકરણ દર્શાવે છે. આ અહેવાલમાં ભારપૂર્વક જણાવ્યુ છે કે અમદાવાદમાં 2020ના બીજા તબક્કામાં ઓફિસ લિઝીંગ 0.08 મિલીયન ચો.ફૂટના રેકોર્ડ સ્તરે સ્પર્શી ગયુ છે જે 2020ના પ્રથમ તબક્કાની તુલનામાં 66%નો વધારો દર્શાવે છે. 2020માં પૂર્ણ થયેલી નવી ઓફિસના બાંધકામ લિઝીંગ પ્રવૃત્તિથી ઘણા પાછળ રહ્યા હતા જે 0.48 મિલિયન ચોરસ ફૂટ (5.1 મિલીયન ચો.ફૂટ)ના સ્તરે હતી જે 2019ની તુલનામાં 4.90%નો વધારો દર્શાવે છે.
2020ના Q4માં ઓફિસ વ્યવહારોમાં ઝડપી સુધારો જોવા મળ્યો હતો, જે ત્રિમાસિક ધોરણે 1,174% વધીને 0.8 મિલીયન ચો.ફૂટ થયો છે, જે 2020ન Q3માં 0.1 મિલીયન ચો.ફૂટના સ્તેર હતો વધુમાં Q4 વ્યવહાર વોલ્યુમ પણ 2019ની ત્રિમાસિક સરેરાશ સામે 197%ની ઐતિહાસિક ઊંચાઇએ પહોંચી ગયા હતા. ક્ષેત્રીય ઓક્યુપાયર હિસ્સાની દ્રષ્ટિએ ઇન્ફર્મેશન ટેકનોલોજીનો હિસ્સો 2020ના બીજા તબક્કામાં 45% હતો, ત્યાર બાદ BFSIનો હિસ્સો વાર્ષિક ધોરણે 34% અને ઉત્પાદકીય ક્ષેત્રનો હિસ્સો 45% રહ્યો હતો. PBD (ગાંધીનગર, ગિફ્ટ સિટી વગેરે)એ વાર્ષિક ધોરણે 40%ની વ્યવહાર વૃદ્ધિ હાંસલ કરીને 0.54 મિલીયન ચો.ફૂટના સ્તરે પહોંચી ગયા છે અને 2020ના બીજા તબક્કામાં કુલ વ્યવહારમાં 66% હિસ્સો ધરાવતા હતા.
 આ અહેવાલમાં એ બાબત પર ભાર મુકવામાં આવ્યો હતો કે અમાદાવાદે 2020ના Q4માં 2,810 યુનિટસનું વેચાણ હાંસલ કર્યુ હતું. જે ત્રિમાસિક ધોરણે 139%નો વધારો દર્શાવે છે. જૂન 2020માં પુનઃપ્રવૃત્તિઓનો સંચાર થતા અને હોમ લોનના ઓછા વ્યાજ દરની સાથે ડેવલપર્સ દ્વારા નવીન વ્યૂહરચના જેમ કે વર્ચ્યુઅલ સાઇટ મુલાકાત ગોઠવવી, આક્રમક હોમબાયર ધિરાણો, કિંમત કાપ અને અને બુકીંગ પર રિફંડેબલ ડિપોઝીટ સ્વીકારવી તેના કારણે વર્ષના બીજા તબક્કામાં પણ હોમબાયર્સ કેન્દ્રમાં રહ્યા હતા. એફોર્ડેબલ હાઉસિંગ યુનિટ્સ માટેના 80થી 90 ચોમી. (BUA)એ સુધીના મહત્તમ વિસ્તારમાં વધારો કરવા પગલાંએ હોમબાયર્સની મનોવૃત્તિમાં સુધારો કર્યો છે. આ પરિબળોએ 2020ના બીજા તબક્કામાં વેચાણમાં શ્રેણીબંધ રીતે વર્ષના પ્રથમ તબક્કાની તુલનામાં 58% સુધીનો વધારો કરવામા સહાય કરી છે અને તે 3,986 યુનિટ સુધી પહોંચ્યા છે. બાંધકામ સક્રિય રીતે ચાલુ થઇ જતા નવા ઘરોની સંખ્યા 2020ના બીજા તબક્કામાં 4,745 યુનિટ્સ સુધી પહોંચી છે, જે 2020ના પ્રથમ તબક્કાની તુલનામાં શ્રેણીબદ્ધ રીતે 81%નો વધારો દર્શાવે છે. નવા લોન્ચમાં ત્રિમાસિક ધોરણે 127%ની વૃદ્ધિ થતા આમાંની મોટા ભાગની વૃદ્ધિ થઇ હતી.
જેની માગ અમદાવાદમાં સૌથી વધુ માગ જોવામાં આવી છે, તેવા રૂ. 50 લાખ ટિકીટ સાઇઝથી નીચેનું વેચાણ 2020ના બીજા તબક્કામાં 69% હોવાનું સામે આવ્યુ છે. જ્યારે રૂ. 25 લાખથી 50 લાખના પેટા સેગમેન્ટનો હિસ્સો કુલ વેચાણમાં 43% હતો, જ્યારે 25 લાખથી નીચે ટિકીટ સાઇઝમાં વેચાયેલી પ્રોપર્ટીનો હિસ્સો 26ટકા હતો. બિઝનેસ ડિસ્ટ્રીક્ટની દ્રષ્ટિએ ઉત્તર ઝોનમાં 2020ના બીજા તબક્કામાં કુલ વેચાણમાં 34%, પશ્ચિમ માર્કેટનો 24% હિસ્સો હતો. આ શહેરે 2020ના બીજા તબક્કામાં સરેરાશ 3%નો કિંમત ઘટાડો પણ અનુભવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *