કેનેડા વિસા એપ્લીકેશન સેન્ટર્સ પસંદગીની કેટેગરીઓમાં બાયોમેટ્રિક નોંધણી સ્વીકારશે

Share this:

  • જે લોકોએ પહેલેથી પોતાની અરજી સુપરત કરી છે તેમને બાયમેટ્રિક્સ સુપરત કરાવવા માટે ઇમીગ્રેશન, રેફ્યુજી અને સિટીઝનશિપ કેનેડા (આરસીસી) તરફથી બાયમેટ્રિક ઇન્સ્ટ્રક્શન લેટર મળશે.
  • વિસા એપ્લીકેશન સેન્ટર્સમાં મુલાકાત લેવા માટે પૂર્વ એપોઇન્ટમેન્ટ આવશ્યક છે. જે લોકોએ સ્ટુડન્ટ્સ (SP) અને ફેમિલી ક્લાસ પ્રાયોરિટી (એફસીપી) સિવાય એપોઇન્ટમેન્ટ લીધી છે તેમને તેમના બાયોમેટ્રિક્સ નોંધણી વિના આગળ જવા દેવાશે નહી
  • આરોગ્ય અને સુરક્ષાની અગમચેતીઓના ભાગરૂપે ફક્ત જે લોકો બાયોમેટ્રિક્સની નોંધણી કરાવે છે તેમને વિસા એપ્લીકેશન સેન્ટર્સમાં પ્રવેશવા દેવાશે; તેમની સાથેના મુલાકાતીઓને ઇમારતના પરિસરમાં પ્રવેશ અપાશે નહી

અમદાવાદઃ ક્લાયંટ સરકાર દ્વારા તાજેતરમાં જારી કરવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર ભારતભરમાં VFS ગ્લોબલ કેનેડા વિસા એપ્લીકશન સેન્ટર્સ ખાતે મર્યાદિત વિસા સેવાઓ શરૂ કરવામાં આવશે.
25 નવેમ્બર 2020ના રોજથી અસરમાં આવે છે તે રીતે કેનેડા વિસા અરજદારો કે જેમણે ફેમિલી ક્લાસ પ્રાયોરિટી (FCP) – પત્ની, ભાગીદાર અને બાળક કેટેગરી –માં ઓનલાઇન અરજી સુપરત કરી છે તેઓ 6 શહેરો દેમ કે દિલ્હી, જલંધર, ચંદીગઢ, મુબઇ, અમદાવાદ અને બેંગાલુરુમાં આવેલા કેનેડા વિસા એપ્લીકેશન્સ સેન્ટર્સ ખાતે બાયમેટ્રિક્સની નોંધણી કરાવી શકે છે.
બાયોમેટ્રિક્સની નોંધણી કરાવવા માટે વિસા એપ્લીકેશન સેન્ટરમાં બાયોમેટ્રિક્સની પૂર્વ એપોઇન્ટમેન્ટ આવશ્યક છે. એપોઇન્ટમેન્ટ્સ 20 નવેમ્બરથી https://visa.vfsglobal.com/ind/en/can/book-an-appointment પર ઉપલબ્દ વેબ ફોર્મ ભરીને બુક કરી શકાશે.
2 ડીસેમ્બર 2020થી કેનેડા વિસા અરજદારો કે જેમણે સ્ટુડન્ટ (SP) કેટેગરી અને ફેમિલીક્લાસ પ્રાયોરિટી (FCP) – પત્ની, ભાગીદાર અને બાળકો – કેટેગરીમાં ઓનલાઇન અરજી સુપરત કરી હોય તેઓ 6 શહેરો જેમ કે દિલ્હી, જલંધર, ચંદીગઢ, મુબઇ, અમદાવાદ અને બેંગાલુરુમાં કેનેડા વિસા એપ્લેકીશન્સ સેન્ટર્સમાં પોતાના બાયોમેટ્રિક્સ નોંધાવી શકે છે.
જે કેનેડા વિસા અરજદારોએ સ્ટુડન્ટ (SP) કેટેગરી અને ફેમિલીક્લાસ પ્રાયોરિટી (FCP) – પત્ની, ભાગીદાર અને બાળકો – કેટેગરીમાં ઓનલાઇન અરજી કરી હોય તેઓ તેમના બાયોમેટ્રિક્સ કોલકાતા, ચેન્નઇ, હૈદરાબાદ અને પૂણે ખાતેના કેનેડા વિસા એપ્લીકેશન્સ સેન્ટર્સ ખાતે નોંધાવી શકે છે. જે 2 ડીસેમ્બર 2020થી અસરમાં આવે છે.
બાકીના શહેરો માટે 25 નવેમ્બર 2020થી ઓનલાઇન એપોઇન્ટમેન્ટસ ઉપલબ્ધ રહેશે.
જે ગ્રાહકોએ આ કેટેગરીઓમાં પહેલેથી પોતાની અરજીઓ સુપરત કરી દીધી છે તેઓને ઇમીગ્રેશન, રેફ્યુજી અને સિટીઝનશિપ કેનેડા દ્વારા બાયોમેટ્રિક સુચના પત્ર મળશે. આ પત્ર તેમની એપોઇન્ટમેન્ટ સાથે લઇ જવાનો રહેશે.
અન્ય તમામ કેટેગરીઓ માટે બાયોમેટ્રિક નોંધણીઓ વધુ સુચના ન મળે ત્યાં સુધી સ્વીકારવામા આવતી નથી.જો તમે સ્ટુડન્ટ કે ફેમિલી ક્લાસ પ્રાયોરિચટી સિવાયની એપાઇન્ટમેન્ટ બુક કરી હોય તો તે અટકાવી દેવાશે અને તમારા બાયોમેટિર્કિસની નોંધણી કરવામાં આવશે નહી. ઇમર્જન્સી એપ્લીકેશન્સ માટે ગ્રાહકોને delhi-immigration@international.gc.caને પત્ર લખવાની વિનંતી કરવામાં આવે છે.
પેપર અરજીઓ કોઇ પણ વિસા એપ્લીકેશન સેન્ટર પર વધુ સુચના ન મળે ત્યાં સુધી સ્વીકારવામાં આવશે નહી અને ગ્રાહકો https://www.canada.ca/en/services/immigration-citizenship.htmlપર મુલાકાત લઇ ઓનલાઇન અરજી સુપરત કરી શકે છે.
બાયોમેટ્રિક નોંધણી માટે પૂર્વ એપોઇન્ટમેન્ટ ફરજિયાત છે
આરોગ્ય અને શારીરિક અંતર અગમચેતીઓની ખાતરી માટે બાયોમેટ્રિક્સ ફક્ત પૂર્વ એપોઇન્ટમેન્ટ દ્વારા જ https://visa.vfsglobal.com/ind/en/can/book-an-appointmentની મુલાકાત લઇને અને એપોઇન્ટમેન્ટના દિવસે અને સમયે સેન્ટર પર આવીને તેમના બાયોમેટ્ર્કિસ નોંધાવી શકાશે.
આરોગ્ય અને સુરક્ષા પગલાંમાં વધારો થવાના કારણે એપોઇન્ટમન્ટ માટે રૂબરુ મુલાકાત અને અરજદારો સાથે અન્ય વ્યક્તિઓને વિસા એપ્લીકેશન સેન્ટર્સમાં પ્રવેશવા દેવામાં આવશે નહી. જો તમારે વધુ પૂછપરછ કરવી હોય તો કૃપા કરીને અહીં https://visa.vfsglobal.com/ind/en/can/ ભાગમાં ફ્રીક્વન્ટલી આસ્ક્ડ ક્વેશ્ચન સેકશન જુઓ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *