ઉષા ઈન્ટરનેશનલે પોર્ટફોલિયોનું વિસ્તરણ કરતાં મલ્ટીપલ સીલિંગ ફેન્સ લોન્ચ કર્યા

ઉષા ઈન્ટરનેશનલે પોર્ટફોલિયોનું વિસ્તરણ કરતાં મલ્ટીપલ સીલિંગ ફેન્સ લોન્ચ કર્યા

Share this:

  • વિશિષ્ટતાયુક્ત, સમકાલીન અને સ્માર્ટ ડિઝાઈનો તેમ જ પરફોર્મન્સનું વચન તેને ખરીદી કરવા માટે આકર્ષક બનાવે છે

નવી દિલ્હીઃ ભારતની અગ્રણી કન્ઝયુમર ડ્યુરેબલ્સ કંપની અને ફેન્સ શ્રેણીમાં ઉદ્યોગ આગેવાન ઉષા ઈન્ટરનેશનલે હાલમાં જ ઘણી બધી પ્રોડક્ટો સાથે તેના સીલિંગ ફેન્સનો પોર્ટફોલિયો વિસ્તાર્યો છે, જે પ્રોડક્ટોમાં સ્વિફ્ટ આલ્ફા, બ્લૂમ બેલફ્લાવર, એરોસ્ટ્રોંગ અને હેલિયસ ફેન સિરીઝનો સમાવેશ થાય છે.
સ્વિફ્ટ આલ્ફા અને સ્વિફ્ટ આલ્ફા ક્રોમ
ઉષા સ્વિફ્ટ ફેન ભારતમાં નં. 1 વેચાતા ફેન મોડેલ છે અને તેથી કંપનીએ બે નવા મોડેલ સ્વિફ્ટ આલ્ફા અને સ્વિટ આલ્ફા ક્રોમનો ઉમેરો કરીને ફેનને બહેતર બનાવ્યા છે અને અપગ્રેડ કર્યા છે. મિનિટ દીઠ 210 ક્યુબિક મીટરની એર ડિલિવરી સાથે અને 350 આરપીએમ સાથે સ્વિફ્ટ આલ્ફા અને સ્વિફ્ટ આલ્ફા ક્રોમ ફેન દીર્ઘ ટકાઉ પ્રોડક્ટો માટે સમકાલીન ડિઝાઈનો અને ઉત્કૃષ્ટ ફિનિશને ગતિ આપે છે.
આ ફેન્સ લો વોલ્ટેજે પણ ઉત્તમ કામ કરે છે અને 120 મીમી સ્વીપ સાઈઝ ધરાવે છે અને 100 ટકા કોપર મોટર સાથે સુસજ્જ આવે છે. સ્વિફ્ટ આલ્ફા સિરીઝ નવા યુગના ભારતીય ગ્રાહકોની જરૂરતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાઈ હોઈ તે મેટી બ્રાઉન, સ્મોક ગ્રે, સ્મોક બ્રાઉન, વાઈબ્રન્ટ બ્લુ, રિચ વ્હાઈટ અને રિચ આઈવરીના રંગ પ્રકારોમાં આવે છે.
બ્લૂમ બેલફ્લાવર
ફેન્સની ઉષાની બ્લૂમ સિરીઝમાં ઉમેરો સમર ફ્લાવર્સના એસ્થેટિક્સ દ્વારા પ્રેરિત નવા બ્લૂમ બેલફ્લાવર અત્યંત સ્ટાઈલિશ છે અને ત્રણ કલર પ્રકારમાં આવે છે, જેમાં સ્પાર્કલ બ્લેક અને મરૂન, સ્પાર્કલ બ્રાઉન અને ગોલ્ડ અને સ્પાર્કલ વ્હાઈટ અને સિલ્વરમાં આવે છે. 1300 મીમીની સ્વીપ સાથે બ્લેડ્સની અજોડ ડિઝાઈન ઉચ્ચ એર ડિલિવરી અને થ્રસ્ટ માટે નિર્માણ કરાઈ છે.
તે અજોડ સ્વ- સુરક્ષાત્મક જીવાણુ વિરોધી નેનો ટેકનોલોજી ધરાવ છે, જે હવાના સ્વચ્છ રીતે ફરતી રાખે છે.
ઘરની શોભામાં અભિવૃદ્ધિ કરવા માગનારા માટે ઉત્તમ આ ફેન્સ મિનિટ દીઠ 250 ક્યુબિક મીટરની ઉચ્ચ એર ડિલિવરી અને 300 આરપીએમની સ્પીડ સાથે સૌંદર્ય અને ફંકશનાલિટીનું ઉત્તમ સંમિશ્રણ છે. ઉષા બ્લૂમ બેલફ્લાવર ગૂડ-બાય ડસ્ટ ટેકનોલોજીથી સમૃદ્ધ હોઈ તેમને ધૂળ, તેલ, પાણી, ઘસારો અને ડાઘ પ્રતિરોધક બનાવે છે. આ ફેન્સ 16 પોલ હાઈ ટોર્ક 100 ટકા કોપર મોટર સાથે આવે છે.
ઉષા ઈન્ટરનેશનલના બધા નવા સીલિંગ ફેન સ્પર્ધાત્મક કિંમતે મળે છે અને બે વર્ષની વોરન્ટી સાથે આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *