પ્રાચીન શનિ મંદિરમાં સૌપ્રથમવાર ભક્તોની પાંખી હાજરી વચ્ચે કાળી ચૌદશના હવનની પૂર્ણાહુતિ

પ્રાચીન શનિ મંદિરમાં સૌપ્રથમવાર ભક્તોની પાંખી હાજરી વચ્ચે કાળી ચૌદશના હવનની પૂર્ણાહુતિ

Share this:

  • શનિભક્તોને માસ્ક ફરજીયાત સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન સહિતની સરકારની માર્ગદર્શિકા નું પાલન કરાયું
  • માસ્ક વગર ભક્તોને મંદિર મા પ્રવેશ પ્રતિબંધિત કરાયો

અમદાવાદઃશહેરના દૂધેશ્વર વિસ્તારમાં ધોબીઘાટ વિસ્તારમાં આવેલા અતિપ્રાચીન શ્રી શનિદેવ મંદિરમાં શ્રી શનિદેવ તથા હનુમાનજી સિદ્ધી યજ્ઞ કાર્યક્રમનું આયોજન તા. ૧૩/૧૪-૧૧-૨૦૨૦ શુક્રવાર શનિવાર બે દિવસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કોરોના મહામારી વચ્ચે શનિ મંદિરના ઇતિહાસમાં સૌપ્રથમવાર આ શુભ શુક્રવાર ના દિવસે સોશ્યલ ડિસ્ટન્સીંગ, માસ્ક અને સરકારની માર્ગદર્શિકા નું ચુસ્તપણે પાલન કરવાની સાથે શનિ મંદિર ખાતે કાળી ચૌદશના ચમત્કારિક હોમ હવનનું આયોજન થયું હતું. આટલા વર્ષોમાં સૌપ્રથમવાર ભક્તોની પાંખી હાજરી વચ્ચે પૂજા અને હોમ હવન વિધિ સંપન્ન કરવામાં આવી હતી એમ મંદિરના પૂજારી રવિ મહારાજે જણાવ્યું હતુ.


શનિ મંદિરના પૂજારી રવિ મહારાજે વધુમાં જણાવ્યું કે, આ વર્ષે તા. ૧૩ અને ૧૪ નવેમ્બર દરમ્યાન શનિ દેવની વિશેષ પૂજા અને કાળી ચૌદશના હોમ હવન નું આયોજન કરવામાં આવ્યુ હતું. હોમ હવન બાદ ભક્તોને પ્રસાદ અને શનિ દેવના પવિત્ર દોરાનું વિતરણ કરવામાં આવ્યું હતું. રવિ મહારાજે ઉમેર્યું કે, આ ધાર્મિક પ્રસંગ દરમ્યાન જાહેર આહુતી આપવા માટેનો સમય શુક્રવારે સાંજે ૬-૩૦ થી રાત્રે ૧૦-૦૦ કલાક સુધી તથા શનિવારે સવારે ૮:૦૦થી રાત્રે ૧૦:૦૦ કલાક સુધીનો રાખવામાં આવ્યો હતો..

પ્રસાદ તથા હવનનિમિતે જે ભાવિક ભક્તોએ ભેટ આપવી હોય તો પાવતીની વ્યવસ્થા કરાઇ હતી…ઉપરાંત દાન અને પુજાનો સામાન મંદિરમાં રાખવામાં આવ્યો હતો. આ અતિ પ્રાચીન શનિ મહારાજના મંદિરે ૧૩ શનિવાર નિયમીત ભરવાથી મનોકામના પૂર્ણ થાય છે.’ વિશેષ જાણકારી માટે શ્રી શનિદેવ મંદિર ના મહારાજ રવિ મહારાજે ઉમેર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *