દિવાળીનાં તહેવારોમાં ડોક્ટર ઓન કોલની સેવા કાર્યરત રહેશે

દિવાળીનાં તહેવારોમાં ડોક્ટર ઓન કોલની સેવા કાર્યરત રહેશે

Share this:

  • ૧૪ નવેમ્‍બર થી તા. ૧૯ નવેમ્‍બર સુધી સેવા ઉપલબ્ધ રહેશે, તબીબો નાગરિકો માટે સેવા આપશે

અમદાવાદઃ દિવાળીનાં તહેવારોને ધ્યાનમાં રાખીને અમદાવાદ મેડિકલ એસોસિએશન (એએમએ) અને અમદાવાદ ફેમિલી ફિઝિશિયન એસોસિએશન (એએફપીએ) દ્વારા સતત ૧૦માં વર્ષે દદીર્ઓ માટે તા. ૧૪ નવેમ્‍બર થી તા. ૧૯ નવેમ્‍બર ૨૦૨૦ દરમિયાન ડોક્ટર ઓન કોલની સેવા રજૂ કરવામાં આવી છે. દર્દીઓ માટે આશિર્વાદરૂપ પૂરવાર થયેલી આ સેવામાં બંને એસોસિએશન દ્વારા ઈએમઆરઆઈ 108 અને હોસ્પિટલો સાથે પણ સરળ સંકલન સાધવામાં આવ્યું છે. એએમએ દ્વારા આ ઉપરાંત દિવાળીનાં તહેવારોમાં કાર્યરત ડોક્ટરોનું વોટસ એપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે અને ડોક્ટરોની યાદી તેમજ એરિયા કો-ઓર્ડિનેટરોનાં નંબરો પણ પૂરા પાડવામાં આવ્યા છે.
આ અંગે વધુ માહિતી આપતા અમદાવાદ મેડિકલ એસોસિએશનનાં પ્રેસિડેન્ટ ડો. કિરીટ ગઢવીએ જણાવ્યું હતું કે, ‘દિવાળીનાં તહેવારોમાં મર્યાદિત ડોક્ટરો ઉપલબ્ધ હોવાને લીધે દર્દીઓએ ઘણું સહન કરવું પડતુ હોય છે. દર્દીઓને અગવડો ના પડે અને સમાજને મદદરૂપ થવાય તેવી ભાવનાથી અમદાવાદ મેડિકલ એસોસિએશન (એએમએ) અને અમદાવાદ ફેમિલી ફિઝિશિયન એસોસિએશન (એએફપીએ) દ્વારા છેલ્લા ૧૦ વર્ષથી ડોક્ટર ઓન કોલ દિવાળી સેવાનું આયોજન કરવામાં આવે છે.’
ડો. કિરીટ ગઢવીએ વધુમાં જણાવ્‍યું હતું કે, “છેલ્‍લા છ માસથી આપણે સૌ કોરોના રોગચાળામાંથી પસાર થઈ રહ્યા છીએ. ઈન્‍વેસ્‍ટીગેશન અને ટ્રીટમેન્‍ટની વધારે સારી સુવિધાઓ માટે સમગ્ર તબીબી સમુદાય સંઘર્ષ કરી રહ્યો છે. એએમએ દ્વારા એએમએ વેબસાઈટ પર ખાનગી હો‍સ્પ‍િટલમાં ખાલી બેડનું લિસ્‍ટ મુકવામાં આવે છે. એએમએ દ્વારા અમદાવાદ મ્યુ.કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલા ચેક પોઈન્‍ટ અનુસાર વિવિધ વિસ્‍તારોમાં ટેલિફોનીક સલાહસુચન દ્વારા પુરા પડવામાં આવે છે. કોરોના અંગે જનસમુદાયને માર્ગદર્શન આપવા એએમએ સુસજ્જ છે.”
તેમણે વધુમાં જણાવ્યું કે, ‘આ વર્ષે કોરોના, સ્વાઈન ફ્લુ, ચિકનગુનિયા, કમળો, મેલેરિયા, ડેન્ગ્યુ તેમજ વાયરલ ઈન્ફેકશન વગેરે જેવા રોગોના દર્દીઓની સંખ્યામાં ખૂબ જ વધારો નોંધાયો છે. ડોક્ટર ઓન કોલ દિવાળી સેવાઓ માટે અમે સ્પેશ્યાલિટી અનુસાર હેલ્પલાઈન નંબરો બનાવ્યા છે. જેના આધારે મદદ મળી રહે છે અને નજીકનાં વિસ્તારમાં કયા ડોક્ટર ઉપલબ્ધ છે તેની જાણકારી મળે છે.’
ડોક્ટર ઓન કોલ દિવાળીનાં પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર ડો. શાહીલ શાહએ જણાવ્યું હતું કે, ‘એએમએ દ્વારા ટેક્નોલોજીનો પણ પૂરો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ અંગેની વિગતો www.ahmedabadmedicalassociation.com અને અમદાવાદ મેડિકલ એસોસિએશનનાં ફેસબુક પેજ પર ઉપલબ્ધ છે.’ નોન ઈમર્જન્સી કેસોમાં દર્દીઓ વોટસ એપના માધ્યમ દ્વારા ડોક્ટરને પોતાની કવેરી મોકલાવી શકે છે, જેનો ડોક્ટરો જ્યારે ફ્રી પડે ત્યારે જવાબ આપશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *