એમવે સર્વાગી સુખાકારી સાથે આ દિવાળીએ ઉજાસ ફેલાવી રહ્યું છે; સાથે મળીને વર્ચ્યુઅલ કૂક સત્ર દ્વારા આ તહેવારની ઉજવણી કરી રહ્યું છે

Share this:

  • એમવે ઇન્ડિયા દ્વારા લોકોમાં તંદુરસ્તી અને આરોગ્યપ્રદ જીવન અંગે વિવિધ જોડાણની પ્રવૃત્તિઓના માધ્યમથી જાગૃતિ ફેલાવવાના આશય સાથે પોતાની આ પ્રકારની પ્રથમ વર્ચ્યુઅલ ફિટનેસ શ્રેણી ‘ફિટ હૈ તો હિટ હૈ’ શરૂ કરવામાં આવી છે

મુંબઇ: તહેવારોની મોસમમાં લોકોની આરોગ્યપ્રદ ભોજનની આદતોના મહત્વ પર વિશેષ ધ્યાન આપવાના પ્રયાસો સાથે દેશની અગ્રણી FMCG ડાયરેક્ટ વેચાણ કંપનીઓમાંથી એક એમવે ઇન્ડિયા દ્વારા આ દિવાળીને ખાસ બનાવવા માટે અનન્ય પહેલોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ‘ફેસ્ટિવલ થાળી’ નામથી વિશેષ સાથે મળીને વર્ચ્યુઅલ કૂક સત્ર છે. મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ અને છત્તીસગઢના ડાયરેક્ટ રિટેઇલર્સ/સેલર્સ અને તેમના ગ્રાહકો માટે આ સત્ર યોજવામાં આવ્યું છે જેનો ઉદ્દેશ સંતુલિત ભોજનના લાભો પર ભાર આપતી વખતે સર્વાંગી પોષણ અને સુખાકારીને પ્રોત્સાહન આપવાનો છે.
આ પહેલને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને 2000 થી લોકો લોકપ્રિય શેફ સાથે આ સત્રમાં જોડાયા હતા જેમણે તહેવારોની મોસમમાં સ્વાદિષ્ટ ભોજનનો રસથાળ માણવાની સાથે સાથે પોષણના પરિબળને તેમાં સાંકળવાની કળા બતાવી હતી જેથી કોઇપણ વ્યક્તિમાં મહત્તમ પ્રમાણમાં પોષણ સુનિશ્ચિત થઇ શકે. હાલમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો અમલ ચાલુ હોવાથી, ગ્રાહકો ભેગા થવા માટે અને તહેવારોની ઉજવણી કરવા માટે ઑનલાઇન પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યાં છે. આ ઉભરતા ટ્રેન્ડનો લાભ લઇને, એમવે ઇન્ડિયા સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરી રહેલી દુનિયામાં સમુદાયની ભાવનાને આગળ વધારતી વખતે સર્વાંગી સુખાકારીના મહત્વ પર વારંવાર ભાર મૂકે છે.
આ પહેલ અંગે એમવે ઇન્ડિયાના પશ્ચિમ ઝોનના પ્રાદેશિક વડા દેબાશિષ મજૂમદારે જણાવ્યું હતું કે, “ભોજન આપણાં જીવનનો આંતરિક હિસ્સો છે અને તહેવારોની મોસમમાં તેની વિશેષ સુસંગતતા રહે છે. તહેવારોની મોસમ દરમિયાન પોષણયુક્ત ભોજન લેવું ખાસ પડકારજનક બની જાય છે કારણ કે આ સમયમાં આસપાસમાં સંખ્યાબંધ પ્રકારના સ્વાદિષ્ટ ભોજન હોય છે. ગ્રાહકો માટે આરોગ્ય અને સુખાકારી સર્વોપરી હોય છે તેથી, ડુ ઇટ યોર સેલ્ફ (DIY)નો ટ્રેન્ડ ઝડપથી આગળ વધી રહ્યો છે કારણ કે લોકો તેમના દૈનિક ભોજનમાં મહત્તમ પોષણને સાંકળનીને પ્રયોગ કરી રહ્યાં છે. લોકોને બહેતર જીવન જીવવામાં તેમજ આરોગ્યપ્રદ જીવન મેળવવામાં મદદરૂપ થવાના અમારા સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને, અમે લોકોને આરોગ્યપ્રદ રીતે સૌને ભેગા થવા અને તહેવારની ઉજવણી કરવા માટે ઑનલાઇન પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યાં છીએ. આ બાબતને અનુરૂપ, એમવે ઇન્ડિયાએ અમારા ડાયરેક્ટર રિટેઇલર્સ/સેલર્સ અને તેમના ગ્રાહકો માટે યાદગાર અને સાંકળી રાખતા પ્રોડક્ટના અનુભવો તૈયાર કરવા માટે અનન્ય પહેલ તૈયાર કરી છે.”
વર્ચ્યુઅલ સત્રો દરમિયાન, ખ્યાતનામ શેફે પરંપરાગત રેસિપીઓમાં ઉત્સાહજનક ફેરફારો સુચવ્યા હતા અને એમવે ક્વિન કૂકવેર તેમજ ક્વિન વોકનો ઉપયોગ કરીને એમવેના ન્યૂટ્રીલાઇટ ઓલ પ્લાન્ટ પ્રોટીન સાથેની કેટલીક ત્વરિત અને બનાવવામાં સરળ આરોગ્યપ્રદ ફેસ્ટિવ રેસિપી બતાવી હતી. આ કાર્યક્રમે સહભાગીઓને તહેવારોની મોસમ દરમિયાન સંતુલિત પોષક આહાર લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. એમવે ક્વિન કૂકવેર તહેવારોની ઉજવણીઓમાં સામેલ થવા માંગતા આરોગ્ય પ્રત્યે સજાગ ગ્રાહકો માટે આદર્શ છે કારણ કે, તેને VITALOK™ અને OPTITEMP™ ટેકનોલોજીથી તૈયાર કરવામાં આવ્યા છે જે ભોજનનો સ્વાદ અને પોષકતત્વો જાળવી રાખવામાં મદદ કરે છે. તેનાથી રસોઇનો શ્રેષ્ઠ અનુભવ પણ મળે છે અને લગભગ અવગણી શકાય એટલી માત્રામાં જ તેલનો ઉપયોગ થાય છે.
લોકોના ડિજિટલ તરફી વલણને સ્વીકારતા એમવે ઇન્ડિયા દ્વારા પોતાના ડાયરેક્ટ રિટેઇલર્સ/સેલર્સ અને તેમના ગ્રાહકો માટે એકબીજાને જોડતા વર્ચ્યુઅલ અનુભવો તૈયાર કરવામાં આવ્યા છે જે બ્રાન્ડ કનેક્ટને મજબૂત બનાવે છે અને સહિયારી ધગશ તેમજ રુચિના આધારે સમુદાયોનું નિર્માણ કરે છે. આના ભાગરૂપે, એમવે દ્વારા પોતાની રીતે અનોખો એવો ડિજિટલ હેલ્થ અને વેલનેસ ફેસ્ટિવલ યોજીને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં યોગ અને સર્વાંગી સુખાકારી પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. એમવે ઇન્ડિયા દ્વારા લોકોમાં તંદુરસ્તી અને આરોગ્યપ્રદ જીવન અંગે વિવિધ જોડાણની પ્રવૃત્તિઓના માધ્યમથી જાગૃતિ ફેલાવવાના આશય સાથે પોતાની આ પ્રકારની પ્રથમ વર્ચ્યુઅલ ફિટનેસ શ્રેણી ‘ફિટ હૈ તો હિટ હૈ’ શરૂ કરવામાં આવી છે. કંપની દ્વારા પોતાની ડિજિટલ પ્લેટફોર્મ પરની ઉપસ્થિતિને આગળ ધપાવીને અનન્ય ઑનલાઇન હેલ્ધી કૂકિંગ સ્પર્ધાનું આયોજન કરીને ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *