રોયલ એનફિલ્ડે એકદમ નવું ક્રુઝર મીટિઅર 350 લોન્ચ કર્યું

રોયલ એનફિલ્ડે એકદમ નવું ક્રુઝર મીટિઅર 350 લોન્ચ કર્યું

Share this:

  • રોયલ એનફિલ્ડે એકદમ નવું શ્રેણીમાં અગ્રેસર, શાનદાર ક્રુઝર મીટિઅર-350 લોન્ચ કર્યુ | શહેરના રાજમાર્ગો અને ખુલ્લા હાઇ-વે પર શાનદાર સવારી | આત્મવિશ્વાસને વધારતા અને આત્યંતિક સુધારા સાથેના એકદમ નવા ગ્રાઉન્ડ-અપ એન્જિન અને ચેસિસ
  • એકદમ નવા રોયલ એનફિલ્ડ ટ્રિપર સાથે – ગૂગલ મેપ્સ પ્લેટફોર્મ સાથે બનેલું રીઅલ ટાઇમ દિશા નિર્દેશો માટેનું ટર્ન-બાય-ટર્ન નેવિગેશન ડિવાઇસ
  • 7 રંગોમાં ફાયરબોલ, સ્ટેલર અને સુપરનોવા – એમ 3 અલગ આવૃત્તિઓમાં ઉપલબ્ધ, જેમાં વધારાના 8 કસ્ટમાઇઝ કરી શકાય તેવા કલર સાથેના રોયલ એનફિલ્ડ એકદમ તમારી પસંદને અનુરૂપ | પ્રારંભિક કિંમત
  • રૂ. 1,75,817 /- (એક્સ શોરૂમ ચેન્નાઇ); બુકિંગની શરૂઆત આજથી જ દેશભરમાં

નવી દિલ્હી: મધ્યમ કદ(250cc-750cc)ની મોટરસાઇકલ શ્રેણીમાં દુનિયાભરમાં અગ્રણી રોયલ એનફિલ્ડ આજે તેની એકદમ નવી ઇઝી ક્રુઝર રોયલ એનફિલ્ડ મીટિઅર 350ને લોન્ચ કરવાની જાહેરાત કરે છે.
રોયલ એનફિલ્ડના તેના ચાહક સવારો માટેના ક્રુઝર્સ ઉત્પાદનની પરંપરામાં નવું મીટિઅર 350 એક નવું પ્રકરણ ઉમેરી રહ્યુ છે. 1990માં સિટીબાઇક અને એ પછી લાઈટનિંગથી શરૂ કરીને રોયલ એનફિલ્ડે 2002માં ઓલ-કવિંગ થંડરબર્ડની પહેલી જનરેશન સાથે ભારતનું પ્રથમ હાઇવે ક્રુઝર રજુ કર્યુ હતું. ત્યારબાદની પ્રગતિમાં, સિટીની છટા અને હાઈવેની મોકળાશને જોડતા 2008 યુ.સી.ઇ. ટ્વીન-સ્પાર્ક થંડરબર્ડ અને 2018 થંડરબર્ડ-એક્સ સાથે ભારતના ક્રુઝર સેગમેન્ટને સુંદર ઓપ આપ્યો હતો. મીટિઅર 350 આ સફરને આગળ લઈ જાય છે અને આ વિશ્વસનીય વારસો અને લાંબા અંતરની સફરના સુખદ અનુભવનું પરિણામ છે.
મીટિઅર નામ 1950ના બીજા આઇકોનિક રોયલ એનફિલ્ડ મોટરસાયકલ પાસેથી ઉધાર લેવામાં આવ્યું છે. 1952ના અંતમાં લોન્ચ કરવામાં આવેલી, મીટિઅર એ સમયની કસોટીમાં ખરી ઉતરેલી અને ખુભ જ પ્રશંસા પામેલી એક ભવ્ય ટૂરિંગ મોટરસાયકલ હતી. નવું રોયલ એનફિલ્ડ મેટોયર 350 ઇઝી-ક્રુઝર, રોયલ એનફિલ્ડની સિગ્નેચર સ્ટાઇલ ધરાવે એટલું જ નહીં પરંતુ તે ઘણી પહેલ સાથે અત્યારના સમયનું ઉત્કૃષ્ટ મશીન તરીકે સ્થાપિત થઈ ગયું છે.


રોયલ એનફિલ્ડ મીટિઅર 350ના લોન્ચ પ્રસંગે આઈશર મોટર્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર સિદ્ધાર્થ લાલે જણાવ્યું હતું કે, “મીટિઅર 350 શ્રેષ્ઠ, સરળ અને સુલભ ક્રુઝર છે. તે આધુનિક સંસ્પર્શ સાથે ક્લાસિક ક્રુઝર સ્ટાઇલનું એક મોહક સંયોજન છે. અમે એક એવી મોટરસાઇકલ બનાવવા માંગતા હતા કે જે નવા રાઇટરોની સાથે સાથે એક્સપર્ટ્સને પણ શ્રેષ્ઠ ક્રુઝિંગનો અનુભવ કરાવી શકે. મીટિઅર 350 એ માટે પર્ફેક્ટ છે. તે લાંબા અંતરની સવારી અને હાઇવે ક્રુઝિંગ માટે સરળ, આરામદાયક અને એકદમ આનંદનો અહેસાસ કરાવવાની સાથે શહેરની સવારીમાં પણ શ્રેષ્ઠ છે. મોટરસાયકલના શાનદાર દેખાવ, ચપળ હેન્ડલિંગ અને તેની ઉચ્ચ સ્તરની બ્રેકિંગ અદ્વિતિય સવારીના અનુભવમાં પરિણમ્યા છે. મેટોયોરમાં રોયલ એનફિલ્ડ ટ્રિપર હોવાથી રોયલ એનફિલ્ડ એપ્લિકેશન સાથે જોડાયેલી અનુકૂળ ટર્ન-બાય-ટર્ન નેવિગેશન સુવિધા પુરી પાડે છે. અમે નેવિગેશનને સરળ અને મૂળ ગૂગલ મેપ્સ સાથે એકરૂપ કરવા માટે ઘણી મહેનત અને સમયનું રોકાણ કર્યુ છે. તે રાઇડરને રસ્તા પર યોગ્ય નિર્ણય લેવા માટે જરૂરી બધી માહિતી ખૂબ જ સ્પષ્ટ રીતે પુરી પાડે છે. તે ગરબડ વગરનું છે અને રાઇડરને બહુ ખલેલ પહોંચાડતું નથી. તે અત્યાર સુધીનો શ્રેષ્ઠ ટુ-વ્હીલર નેવિગેશન સપોર્ટ છે. ટુંકમાં, મીટિઅર 350 એક આકર્ષક, સુપર રિફાઇન્ડ મોટરસાયકલ છે અને અમને વિશ્વાસ છે કે તે ભારતીય રસ્તાઓ માટે સુવર્ણ યુગ લઈ આવશે. ”
ક્રુઝરમાં એક નવો બેંચમાર્ક સ્થાપિત કરવા માટે, રોયલ એનફિલ્ડ મીટિઅર 350 જુદી જુદી 3 આવૃત્તિઓમાં મળશે – ફાયરબોલ, સ્ટેલર અને સુપરનોવા. આ મોટરસાઇકલ શહેરના યૂનિક મોટરસાયકલની જરૂરિયાતવાળા લોકો માટે તો છે જ, સાથે તે રોજિંદા પ્રેશરને હળવું કરવા પહાડોની સફર, ખુલ્લા હાઇવેની સફર માટે પણ શ્રેષ્ઠ છે.

મીટિઅર 350ના લોન્ચની સાથે તે એક નવીન ટૂલ, રોયલ એનફિલ્ડ્સ મેક ઇટ યોર – એમઆઇવાય – ઇનિશિએટિવ, ધરાવે છે અને તે મોટરસાયકલને વ્યક્તિગત સ્વરૂપ આપવા માટેની એક અનન્ય પહેલ છે. મીટિઅર 350 સાથે તેના માલિક રોયલ એનફિલ્ડ એપ્લિકેશન દ્વારા વેબસાઇટ પર અથવા ડીલરશીપ પર મોટરસાયકલ મંગાવતા હોય ત્યારે મોટરસાયકલ સાથે આપવામાં આવતા વિકલ્પોના હજારો શક્ય સંયોજનોને જોડીને તેને પોતાનું મનપસંદ અને અનોખું સ્વરૂપ આપી શકે છે. 7 સ્ટાન્ડર્ડ કલર ઉપરાંત, એમઆઇવાય ગ્રાહકો માટે વધારાના 8 કલરના વિકલ્પો પુરા પાડે છે.
રોયલ એનફિલ્ડના સીઈઓ વિનોદ કે દસારીએ મીટિઅર 350ના લોન્ચ પ્રસંગે ખાસ કરીને મેક ઇટ યોર્સ પહેલ વિશે ટિપ્પણી કરતાં કહ્યું હતું: “અદ્દભુત મીટિઅર 350ને અમે કલ્પનાની એક તૈયાર મોટરસાયકલ પુરતી મર્યાદિત નહી રાખતા, લોકોને બ્રાંડ સાથે જોડવાની અને તેમને ખરીદીનો સંતોષ અને માલિકીભાવનો અનુભવ કરાવવા માટેની નવી પદ્ધતિ વિકસાવી છે. છેલ્લાં દાયકામાં મનપસંદ મોટરસાયકલ તૈયાર કરાવવાનું વલણ ખૂબ વિકસ્યુ છે, પરંતુ ખરીદીને વ્યક્તિગત અનુભવ બનાવવા માટે ઉપલબ્ધ વિકલ્પો ઉપલબ્ધ નહોતા, અમે તે બદલી નાખ્યું છે. અમારી પ્રોડક્શન ટીમે અમારા વર્લ્ડ-ક્લાસ વલ્લમવડગલ પ્લાન્ટમાં નવી મેન્યુફેક્ચરીંગ સિસ્ટમો વિકસાવવા ઉપર ભારે ખંતપૂર્વક કામ કર્યું છે, અને એક સાહજિક, ઘર્ષણ રહિત ક્રમિક સિસ્ટમ વિકસાવી છે. અમારા ગ્રાહકોને તેઓ તેમની નવી મોટરસાયકલનો ઓર્ડર આપે પોતાની પસંદ પ્રમાણેના વિકલ્પોની આટલી વિશાળ શ્રૃખંલા પુરી પાડનારા પ્રથમ ભારતીય મોટરસાયકલ ઉત્પાદક હોવાનો અમને ખૂબ ગર્વ છે.”
ચેનલ, તમિળનાડુ અને બ્રુનિંગથર્પ, યુકેના રોયલ એનફિલ્ડના બે અત્યાધુનિક ટેકનિકલ સેન્ટર સ્થિત ડિઝાઇનર્સ અને ઇજનેરોની પ્રતિભાશાળી ટીમ દ્વારા અદ્દભુત ડિઝાઇન અને ક્ષમતા સાથેની મોટરસાયકલ મીટિઅર 350 તૈયાર થઈ શકી છે.


મિકેનિકલ, ફિટિંગ્સ અને ફિનિશિંગનું રિફાઇનમેન્ટનું સ્તર રોયલ એનફિલ્ડની મહત્વની તમામ ખાસિયતોને જાળવી રાખીને ટોપ-ક્લાસ, આધુનિક મોટરસાયકલ પુરી પાડે છે. 349 સી.સી.ના એર-ઓઇલ કૂલ્ડ સિંગલ સિલિન્ડર એન્જિન સાથે, મીટિઅર 20.2 બી.એચ.પી.ની સાથે 4000 આરપીએમ પર 27 એન.એમ. ટોર્ક જનરેટ કરે છે. તેમાં ક્રૂઝરની મૂળભૂત લાક્ષણિકતા એવું લો-ડાઉન ગ્રન્ટ પણ અધિક માત્રામાં છે. તેનું બેલેન્સર શાફ્ટથી બનાવવામાં આવેલું, નવું પ્લેટફોર્મ સરળ અને સુખદ સવારીનો અનુભવ આપે છે અને સાથે તેમાં જરૂરી રોયલ એનફિલ્ડ ‘થમ્પ’ને જાળવી રાખવા માટે પણ ખૂબ કાળજી લેવામાં આવી છે. ઇલેક્ટ્રોનિક ફ્યૂઅલ ઇન્જેક્શનનો થ્રોટલ રિસ્પોન્સ સરળ શરૂઆત અને રેખીય ગતિ માટે શ્રેષ્ટ છે. વૈવિધ્યતા માટે, નવા એન્જિનમાં 5-સ્પીડ ગિઅરબોક્સ છે, જેમાં પાંચમો ગિયર તાણ મુક્ત અને ઇકોનોમિક હાઇવે ક્રુઇઝિંગમાં ઓવરડ્રાઇવ માટે છે, અને બિલ્ટ-અપ ટ્રાફિકમાં સરળતાથી ગિયર બદલવા માટે 7-પ્લેટ ક્લચ છે.
મીટિઅર 350ની ટ્વીન ડાઉનટ્યુબ સ્પ્લિન ફ્રેમ ચાલકમાં આત્મવિશ્વાસ ભરે છે, હાઇવે પર રોક-સોલિડ દેખાય છે અને વ્યસ્ત શહેરની શેરીઓમાં સહેલાઇથી દોરી જાય છે. તેની નીચી સીટની ઉંચાઇ અને ગુરુત્વાકર્ષણનું કેન્દ્ર તેની તાકાત અને કઠોરતાના સંયોજનને નિખાર આપે છે અને શહેરી સવારને લાંબી સાહસિક મુસાફરી માટે ખડતલ મોટરસાયકલનો વિકલ્પ પુરો પાડે છે. મક્કમ ડગલાના હેન્ડલિંગ અને લક્ઝુરિયસ કમ્ફર્ટ, 41 એમ.એમ. ફોર્ક દ્વારા 130 મી.મી.ના ટ્રાવેલ સાથે રોકી લે છે અને પાછળના ભાગમાં 6-સ્ટેપના એડજસ્ટેબલ પ્રીલોડ સાથે ટ્વીન ટ્યુબ ઇમલ્શન આઘાતને લહી લેવામાં સહાય કરે છે. ખરા ક્રુઝર અનુભવ માટે, પગિયાઓ એડી અને અંગુઠાના ગિયરશિફ્ટ સાથે આગળ તરફ જડેલા છે.
રોયલ એનફિલ્ડમાં સૌ પ્રથમ, મીટિઅર 350 નવી ટીબીટી (ટર્ન-બાય-ટર્ન) નેવિગેશન પોડ સાથે આવશે, જે રોયલ એનફિલ્ડ ટ્રિપર તરીકે ઓળખાય છે અને તે ગૂગલ મેપ્સ પ્લેટફોર્મ સાથે બનેલ, રીઅલ ટાઇમ દિશા નિર્દેશો માટે એકદમ કેન્દ્રિત નેવિગેશન ડિસ્પ્લે ઉપકરણ છે. ટ્રિપર ગૂગલ મેપ્સના ટુ-વ્હીલર નેવિગેશનનો ઉપયોગ કરીને કોઈ ગંતવ્ય સુધી પહોંચવા માટેનો શ્રેષ્ઠ માર્ગ દર્શાવે છે, જે કોઈપણ ભારતીય બનાવટની કોઈપણ મોટરસાયકલમાં પ્રથમ છે. રાઇડરના સ્માર્ટફોનમાં રોયલ એનફિલ્ડ એપ્લિકેશન દ્વારા ટ્રિપર સાથે જોડાઈ શકાય છે. ટ્રિપર એકદમ સરળ છે, સ્પષ્ટ અને અસરકારક રીતે જોઈએ એવું દિશા નિર્દેશન પુરૂ પાડે છે, આ ઉપરાંત તે ગરબડ રહિત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *