નવી દિલ્હી ખાતે ડૉ. કલામ સ્મૃતિ એક્સેલન્સ એવોર્ડ -૨૦૨૦ સમારંભ યોજાયો

નવી દિલ્હી ખાતે ડૉ. કલામ સ્મૃતિ એક્સેલન્સ એવોર્ડ -૨૦૨૦ સમારંભ યોજાયો

Share this:

  • નૃત્યકલા અને ટેલીવિઝન ક્ષેત્રમાં વિશિષ્ટ યોગદાન આપનાર ગુજરાતના શ્રીમતી ભૈરવી હેમંત કોશિયાનું ડૉ. કલામ સ્મૃતિ એક્સેલન્સ એવોર્ડથી “કલા અને સંસ્કૃતિ તથા મિડીયા “ ક્ષેત્રમાં સન્માન
  • દેશ-વિદેશમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરીને ભારતીય સંસ્કૃતિના પ્રચાર અને પ્રસારમાં શ્રીમતી ભૈરવી કોશિયાનું ખુબ જ મહત્વનું યોગદાન
  • કલા જગત તેમજ ગુજરાત માટે ગૌરવપૂર્ણ બાબત

અમદાવાદ: તાજેતરમાં નવી દિલ્હી ખાતે જે.પી. હોટલ એન્ડ રીસોર્ટમાં ડૉ. કલામ સ્મૃતિ એક્સેલન્સ એવોર્ડ-૨૦૨૦ એવોર્ડ સમારંભ યોજાયો હતો. પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.એ.પી.જે. અબ્દુલ કલામની યાદમાં આ એવોર્ડ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશભરમાંથી ૨૫ જેટલી વ્યક્તિઓને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે . જેમાં જેમાં જુદા જુદા રાજ્યો જેવા કે દિલ્હી , હરિયાણા , યુપી. , મહારાષ્ટ્ર , કર્ણાટક આસાન ગુજરાત , રાજસ્થાન વગેરેમાંથી એવોર્ડિઝ આવ્યા હતા. જેમાં આર્ટ અને કલ્ચર તથા મીડિયા ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર ગુજરાતના શ્રીમતી ભૈરવી હેમંત કોશિયાનો સમાવેશ થયો છે અને તેમનું ડૉ. કલામ સ્મૃતિ એક્સેલન્સ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યુ હતું.
ડૉ. કલામ સ્મૃતિ એક્સેલન્સ એવોર્ડનું સન્માન કલા, નૃત્ય, પત્રકારત્વ, અભિનય, શિક્ષણ, રમતગમત સહિતનાં વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર વ્યક્તિઓને અપાય છે. આ એવોર્ડનું આયોજન ફેસ ગૃપ અને ભારત સરકારનાં ઇન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજી મંત્રાલય દ્વારા કરવામાં આવ્યુ હતું. જેમાં ગુજરાતના શ્રીમતી ભૈરવી હેમંત કોશિયાના ચાર દાયકાના નૃત્ય-કલા અને ૩ દાયકાના ટેલીવિઝન – ફીચર ફિલ્મ ક્ષેત્રના યોગદાનને ધ્યાનમાં લઈને કલા અને સંસ્કૃતિ તથા મિડીયા ક્ષેત્ર કેટેગરી અંતર્ગત સન્માનીત કરવામાં આવ્યા છે.
શ્રીમતી ભૈરવી હેમંત કોશિયા અમદાવાદ ખાતે છેલ્લા ચાર દાયકાથી નૃતિ સ્કુલ ઓફ ક્લાસીકલ ડાન્સીસ એન્ડ પરફોર્મીંગ આર્ટસ દ્વારા બાળકોને ભરતનાટ્યમ , કુચીપુડ તથા લોકનૃત્યોની તાલીમ આપે છે. એટલુ જ નહિ તેમના ગૃપ દ્વારા દેશ-વિદેશમાં અનેક કાર્યક્રમો કરવામાં આવ્યા છે. અમેરીકા, યુરોપ, સિંગાપોર, મલેશીયા, ઇન્ડોનેશીયા સહિતના દેશોમાં પણ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરીને ભારતીય સંસ્કૃતિના પ્રચાર અને પ્રસારમાં તેમણે ખુબ જ મહત્વપૂર્ણ યોગદાન આપ્યુ છે. રાજ્ય સરકાર દ્વારા અગાઉ તેમને નૃત્ય ક્ષેત્રનો ગૈરવ પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો છે. આ સમગ્ર બાબત કલા જગત તેમજ ગુજરાત માટે ગૌરવપૂર્ણ છે.
આ કાર્યક્રમમાં ફેસ ગ્રુપના અધ્યક્ષ ડો.મુસ્તાક અન્સારી, મુખ્ય અતિથિ તરીકે દિલ્હી લઘુમતી પંચના અધ્યક્ષ ઝાકીર ખાન , ભારતીય સૈન્યના કર્નલ એચ.એસ. એટ્રી, ધારાસભ્ય એસ.કે. બગ્ગા, એડવોકેટ, મિસીસ યુનિવર્સ વેસ્ટ એશિયા તેમજ દિલ્હી ભાજપ કલ્ચર સેલના પ્રમુખ રૂબી ફોગાટ યાદવે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *