હિલ્ટન ગોવા રિસોર્ટને ખુલ્લો મુકવાની સાથે હિલ્ટને ભારતમાં સૌપ્રથમ હાજરીમાં વધારો કર્યો

હિલ્ટન ગોવા રિસોર્ટને ખુલ્લો મુકવાની સાથે હિલ્ટને ભારતમાં સૌપ્રથમ હાજરીમાં વધારો કર્યો

Share this:

  • 104 ગેસ્ટ રુમ્સ સાથે હિલ્ટન રિસોર્ટ વિશિષ્ટ દેખાવ, તેમજ 4 સ્વીમીંગ પુલ્સ, 3 વિવિધ ડાઇનીંગ વિકલ્પો, પ્રાયવેટ પ્લંજ પુલ્સ અને સિગ્નેચર રચિત અનુભવ ઓફર કરે છે

અમદાવાદ: હિલ્ટન (NYSE: HLT) આજે હોટેલ કંપનીની અગ્રણી બ્રાન્ડ હેઠળ હિલ્ટનગોવા રિસોર્ટે હિલ્ટન હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સ ખુલ્લો મુક્યો હોવાની જાહેરાત કરી છે. આ રિસોર્ટને ખુલ્લો મુકવાની ક્રિયા હિલ્ટનની ગોવામાં ત્રીજી પોપર્ટી અંકિત કરે છે. નેરુલ નદીને પર નજર રાખતા, સૈપેમ હિલ્સના મનોહર, ટેરેસ્ડ ઢોળાવની ટોચ પર સ્થિત, આ રિસોર્ટ હિલ્ટનની સિગ્નેચરી આતિથ્ય અને શાંતિ સવલતો અને વ્યવસાયિક મુસાફરો માટે વિસ્તૃત છે. સુંદર ફુલ-સર્વિસ રિસોર્ટ ગોવા આંતરરાષ્ટ્રીય હવાઇમથકથી 34 કિલોમીટરના અંતરે છે અને લોકપ્રિય કેન્ડોલિમ અને કેલંગ્યુટ બીચથી 10 મિનિટ દૂર સ્થિત છે. આ રિસોર્ટ હિલ્ટન સંચાલિત છે અને તેની માલિકી સોહમ લેઝર વેન્ચર્સ પ્રા.લિની છે.


આ લોન્ચ અંગે બોલતા હિલ્ટન ઇન્ડિયાના સિનીયર વાઇસ પ્રેસિડન્ટ અને કંટ્રી વડા નવજીત આહલુવાડીયાએ જણાવ્યુ હતુ કે, “હિલ્ટન ગોવા રિસોર્ટ ભારતમાં અમારી હાજરી વધારવા માટેની અમારી યાત્રામાં એક નોંધપાત્ર સિદ્ધિ અંકિત કરે છે અને મહેમાનો અને હિલ્ટન ઓનર્સ સભ્યોને વૈશ્વિક કક્ષાનું તિથ્ય પૂરુ પાડવા માટે એક વધારાની તક પ્રદાન કરે છે. ગોવામાં અમારી ત્રીજી પ્રોપર્ટીને ખુલ્લી મુકવી તે મુસાફરોમાં લોકપ્રિય હોય તેવા સ્થળોએ અમારી હાજરીમાં વધારો કરવાની પ્રતિબદ્ધતાનું પ્રમાણ છે. આ રિસોર્ટ વૈશ્વિક કક્ષાની કવલતોથી સજ્જ છે જેથી અમારા મહેમાને અપવાદરૂપ અનુભવ પૂરો પાડી શકાય.”

આ રિસોર્ટ ત્રણ વિશિષ્ટ અને પીણા વિકલ્પો ઓફર કરે છે. મહેમાનો આધુનિક સ્વાદ સાથે વિક્ષેપ વિના પૂલ્સ અને નદીના દ્રશ્યને ઓફર કરતા આખા દિવસના ડાઇનીંગ @Saipeમાં આરામ કરી શકે છે; અથવા પસંદગીની કલાત્મક કોફી, મીઠાઇ, બેક્સ અને બ્રુ ડોસ ખાતે આનંદ માણી શકે છે, જે એક ખુશનુમા કોફી લોન્જ છે. વૈકલ્પિક રીતે તેઓ કોકો ખાતે લોન્જમાં જવાનું પસંદ કરી શકે છે, જે એક પ્રસ્થાપિત ભારે ઉત્તેજના જન્માવતો બાર અને રેસ્ટોરન્ટ છે, જેમાં મેડીટેરનિયન પ્રેરીત મેનૂ છે.
હિલ્ટન એશિયા પેસિફિકના બ્રાન્ડ મેનજમેન્ટના સિનીયર વાઇસ પ્રેસિડન્ટ એલેઝાન્ડ્રા જારીત્ઝે જણાવ્યું હતુ કે, “હિલ્ટન હોટેલ્સ અને રિસોર્ટ્સને અમે અમારા મહેમાનો માટે લાવીએ છીએ તેવી સેવા અને આતિથ્યના સ્તર માટે વિશ્વભરમાં માન્યતા ધરાવે છે. અમારી સૌપ્રથમ બ્રાન્ડની એક મુખ્ય અગત્યતા એ વિશ્વના કેટલાક સૌથી વધુ ઇચ્છિત સ્થળોના કેન્દ્રમાં તેનું વ્યૂહાત્મક સ્થાન છે અને અમે તેને ભારતના સમૃદ્ધ સ્થળ ગોવામાં લાવવામાં ખુશી અનુભવીએ છીએ. તેની સુવિધાઓ અને સેવાઓની ભરપુરતા સાથે, અમને વિશ્વાસ છે કે સંપત્તિ ઘરેલું અને આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે પ્રાધાન્યપ્રાપ્ત મુકામ બનશે.”
સોહમ લિઝર વેન્ચર્સ પ્રા. લિમીટેડના મેનેજિંગ ડિરેક્ટર સુરજ મોરાજકરે જણાવ્યુ હતુ કે, “તેમના સુંદર સ્થાપત્ય સાથે શાંતિ અને નિર્મળ ગામડાઓએ મારી પર નાનપણથી જાદૂ પાથર્યો છે. ગોવા પર્યટનની રાજધાની છે ત્યારે, મેં હંમેશાં આતિથ્યના માધ્યમથી આઇકોનિક સરનામું બનાવવાનું સપનું જોયું છે, જે વિશ્વભરના લોકોને એકસાથે લાવે છે. હિલ્ટનની ભાગીદારીમાં ગોવામાં વિશાળ આતિથ્ય લાવવાનો મને આનંદ છે. પ્રથમ પેઢીના ઉદ્યોગસાહસિક તરીકે, આ સ્મારક જેવા કાર્યને હાંસલ કરવું, મારા ગામને વિશ્વના નકશા પર વધુ ઊંચુ લાવશે અને રોજગારની ઘણી તકો ઉભી કરશે, આમ એક સ્વપ્ન સાકાર થવાનું છે.”


ગોવાના સ્થળો અને સીમાચિહ્નોની શોધખોળ કરવા અતિથિઓ માટે તેમના પોતાના પ્રાયોગિક પેકેજોને કસ્ટમાઇઝ કરવા માટે રાઉન્ડ-ધ-ક્લોક દ્વારની સેવા ઉપલબ્ધ છે. અતિથિઓ ક્યુરેટ કરેલા અનુભવો @YourBalcony, જેવા કે વાઇન ટેસ્ટીંગ, યોગ, બીબીક્યૂ, કોકટેલ બનાવવા અને રાંધણ માસ્ટરક્લાસમાં પણ સામેલ થઈ શકે છે. સાહસની શોધ કરતા મહેમાનો માટે, રિસોર્ટ ગોવાના પાછળના ભાગોમાં સાયકલ ટ્રેલ્સ, અંડરવોટર એસ્કેડ્સ અને લક્ઝરી ક્રુઝ પ્રદાન કરે છે. બાળકો માટે પણ ઘણી બધી પ્રવૃત્તિઓ તૈયાર કરવામાં આવી છે – તે બેકિંગ અથવા રસોઈ વર્ગમાં ભાગ લે છે અથવા તેઓ એક આકર્ષક ચોકલેટ અથવા કલર કેનવાસ પેઇન્ટિંગ સત્રનો આનંદ લઈ શકે છે.
રિસોર્ટમાં તાપમાન નિયંત્રિત વ્હરર્પુલ, બાળકોનો સમર્પિત પૂલ, ફન એન ફ્રોલિક, એક્વા થીમ આધારિત બાળકોની ક્લબ સાથેના ચાર આઉટડોર પૂલ, ટૂંક સમયમાં ફુલ-સર્વિસ સ્પા અને સલૂન અને 17,600 ચોરસ ફૂટ ઇવેન્ટ સ્પેસ ખોલવાનો સમાવેશ થાય છે. તમામ ક્ષેત્રોમાં સલામતીના ધોરણો અને સેનિટાઇઝેશન પ્રોટોકોલ્સને સૌથી વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે. હિલ્ટને સ્વચ્છતા અને જીવાણુ નાશકક્રિયાના ઉદ્યોગ-વ્યાખ્યાયિત ધોરણની શરૂઆત કરી છે, જેને હિલ્ટન ક્લીનસ્ટે, કહેવામાં આવે છે, જે હવે વિશ્વભરની તમામ હિલ્ટન પ્રોપર્ટીમાં હાજર છે.
આ પ્રોપર્ટી હિલ્ટન ઓનર્સનો પણ એક ભાગ છે, હિલ્ટનની 18 વિશિષ્ટ બ્રાન્ડ્સ માટે એવોર્ડ વિજેતા ગેસ્ટ-લોયલ્ટી પ્રોગ્રામ છે. હિલ્ટન વેબસાઇટ પર સીધા બુક કરનારા સભ્યોને ત્વરિત લાભોમાં ઍક્સેસ છે, જેમાં સાનુકૂળ પેમેન્ટ સ્લાઇડર હોય છે, જે સભ્યોને રોકાણ બુક કરાવવા માટેના પોઇન્ટ્સ અને પૈસાના લગભગ કોઈપણ સંયોજનને, એક વિશિષ્ટ સભ્ય ડિસ્કાઉન્ટ, ફ્રી સ્ટાન્ડર્ડ વાઇ-ફાઇ અને હિલ્ટન ઓનર્સ મોબાઇલ એપ્લિકેશન એમ ગમે તેની પસંદગી કરી શકે છે.
ઉદઘાટનની ઉજવણી કરવા માટે, રિસોર્ટ એક વિશેષ ઓફર આપી રહ્યો છે જેમાં વિના મૂલ્યે નાસ્તો, એરપોર્ટ કોચ ટ્રાન્સફર્સ, હેપ્પી અવર્સ અને ખોરાક અને પીણા અને લોન્ડ્રી પર 20% છૂટ સાથે બે રાત્રિ રોકાણનો સમાવેશ થાય છે. વધુમાં આ રિસોર્ટ એક ખાસ પેકેજ ‘ગ્રેટ સ્મોલ બ્રેક્સ’ પણ ઓફર કરે છે જેમાં વિના મૂલ્યે નાસ્તો, એક સમયનું ભોઝન અથવા વ્યક્તિદીઠ રૂ. 1000ની રિસોર્ટ ક્રેડિટ, વિશિષ્ટ ગાઓન માસ્ટરક્લાસ અનુભવ અને પીણા અને લોન્ડ્રી પર 20% છૂટનો સમાવેશ થાય છે.
હિલ્ટન ગોવા રિસોર્ટ પર પિલેર્મ કેન્ડોલીમ રોડ, સૈપેમ હીલ્સ, કેન્ડોલીન, ગોવામાં આવેલ છે.
વધુ માહિતી માટે અથવા રિજર્વેશન કરાવવા માટે મુસાફરો www.hiltongoaresort.com ની મુલાકાત લઇ શકે છે અથવા +91 832 6649800 પર કોલ કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *