એમવેએ પોતાના ડાયરેક્ટ સેલર્સ અને તેમના ગ્રાહકોને સહકાર આપવા માટે પોતાની ડિજિટલ ક્ષમતાઓમાં વૃદ્ધિ કરી

Share this:

  • ભારતમાં ડિજિટલ રૂપાંતરણ લાવવા માટે INR 150 કરોડ અલગ ફાળવ્યા

અમદાવાદ: દેશની સૌથી અગ્રણી FMCG ડાયરેક્ટ સેલિંગ કંપનીઓમાંથી એક એવી એમવે ઇન્ડિયાએ પોતાની ડિજિટલ રૂપાંતરણની સફરનો પ્રારંભ કરી દીધો છે. કેટલાક સૌથી મોટા વૈશ્વિક ટ્રેન્ડ્સને અનુરૂપ, એમવેની બહુવર્ષીય વિકાસ વ્યૂહનીતિમાં સોશિયલ કોમર્સ દ્વારા ઉદ્યમશીલતાને આગળ વધારવાનું પણ સામેલ છે. સોશિયલ કોમર્સ– નેક્સ્ટ જનરેશન- ટ્રેન્ડ છે જે વ્યાપારના ભવિષ્યની કાયાકલ્પ કરશે. એમવે ખાતે ડિજિટલ એક એવી કામગીરી છે જેમાં સૌથી વધુ પ્રમાણમાં રોકાણ કરવામાં આવ્યું છે અને પોતાની ડિજિટલ રૂપાંતરણની સફરના ભાગરૂપે, કંપનીએ ભારતમાં ઉત્પાદન ઓટોમેશન, હોમ ડિલિવરીને વેગ આપવા માટે અને પોતાની ડિજિટલ ક્ષમતાઓને વધુ મજબૂત બનાવવા માટે INR 150 કરોડનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. આ રોકાણની મદદથી, એમવે ઇન્ડિયા લોકો સુધી પોતાની પહોંચ વધારવાનું અને પોતાના ડાયરેક્ટ સેલર્સ તેમજ તેમના ગ્રાહકોને અજોડ યુઝર અનુભવ આપવાનું લક્ષ્ય ધરાવે છે.
એમવે ઇન્ડિયાના CEO શ્રી અંશુ બુધરાજાએ વ્યવસાયમાં વધી રહેલા ડિજિટાઇઝેશન અંગે ટિપ્પણી કરતા કહ્યું હતું કે, “એમવેના 10 વર્ષના વિકાસના વિઝનના ભાગરૂપે, અમે આ વર્ષની શરૂઆતમાં જ ઑનલાઇન-ટુ-ઑનલાઇન (O2O)નું એકીકરણ શરૂ કરી દીધું હતું જેથી લક્ષિત પરિણામો તરફ આગળ વધી શકાય. પ્રવર્તમાન વૈશ્વિક મહામારી અમારા વ્યવસાયને હાઇ-ટચથી હાઇ-ટેકમાં સરળતાથી પરિવર્તિત કરવામાં વેગ આપનારી સાબિત થઇ છે. તેના કારણે નવી વર્તણૂક અને ઑનલાઇન શોપિંગ, સોશિયલ અભિયાનો તેમજ સોશિયલ કમ્યુનિટીઝ દ્વારા જોડાણ જેવી વપરાશની આદતોમાં ઉન્નતિ થઇ છે જેના કારણે દરેક સ્તરે ડિજિટલ રૂપાંતરણનો માર્ગ ખુલ્યો છે. ખરેખરમાં તો, સંશોધનો એવું દર્શાવે છે કે, કુલ વસ્તીના 18% લોકોએ પહેલી વખત જ સોશિયલ મીડિયા અથવા ઑનલાઇન કમ્યુનિટી જોડાણ અજમાવ્યા છે. એમવે ખાતે અમારા સંખ્યાબંધ ડાયરેક્ટ સેલર્સે પણ વાઇબ્રન્ટ સોશિયલ કમ્યુનિટીઝ બનાવી છે અને વર્ચ્યુઅલ સેશન તેમજ ઑનલાઇન કન્સલ્ટેશનના માધ્યમથી તેમના ઑનલાઇનથી ઑનલાઇન નેટવર્કને એકીકૃત કરીને વ્યક્તિગત રીતે પ્રોડક્ટ અનુભવો આપી રહ્યાં છે. આ બધુ જ, અમારા ડાયરેક્ટ સેલર્સને ગ્રાહકો સાથે વધુ અસરકારક રીતે જોડાવામાં મદદરૂપ થવા માટે ઇનોવેટિવ સોશિયલ અને ડિજિટલ ટૂલ્સના સંચાલનથી થઇ રહ્યું છે અને અમારા રોકાણમાં ડિજિટલના સિંહફાળાને ધ્યાનમાં રાખીને, અમે ઑનલાઇન શોપિંગના અનુભવને વધુ સરળ અને અવરોધરહિત બનાવવા માટે અમારી વેબસાઇટમાં પણ નવતર સુધારા કર્યા છે. તાજેતરમાં કરાયેલા આ ખર્ચ સાથે, અમે અન્ય પ્લેટફોર્મ જોડે ભાગીદારીની સાથે સાથે અમારા ડાયરેક્ટ સેલર્સના અનુભવને તેમજ ગ્રાહકો સાથે તેમના અનુભવને વધુ ઉન્નત કરવા માંગીએ છીએ. વ્યવસાયિક કામગીરીઓ વધુ કાર્યદક્ષતાપૂર્વક થાય તે સુનિશ્ચિત કરવા માટે અમે અમારી ડિજિટલ ક્ષમતાઓને વધુ વેગ આપવાનું ચાલુ રાખીશું.”
સરકારની ‘ડિજિટલ ઇન્ડિયા’ પહેલને અનુરૂપ, એમવે દ્વારા પોતાની ડિજિટલ ક્ષમતાઓનું નિર્માણ કરવા માટે અને ડિસ્ટ્રિબ્યુટર્સની ઉત્પાદકતા વધારવા, ગ્રાહકો સાથેના જોડાણમાં સુધારો લાવવા અને પ્રોડક્ટની પહોંચ વધારવા માટે પોતાની ઑનલાઇન ઉપસ્થિતિને વધુ મજબૂત કરવા વ્યૂહાત્મક રીતે રોકાણ કરવામાં આવી રહ્યું છે. વૈશ્વિક મેગા ટ્રેન્ડના તરંગો પર આગળ વધતા એમવે ભારત, સહિત વૈશ્વિક સ્તરે ઑફલાઇન-ટુ-ઑનાલઇન (O2O)થી માંડીને ડિજિટલ સપોર્ટના એકીકરણની પ્રક્રિયા કરી રહ્યું છે અને તેમના ડાયરેક્ટ સેલર્સ એડવેન્ચર, ફિટનેસ, બ્યુટી અથવા કુકિંગ માટે તેમની ધગશને ધ્યાનમાં રાખીને સોશિયલ પ્લેટફોર્મ્સ પર પોતાના વ્યવસાયને વધારવાની તક મેળવીને નવી કમ્યુનિટીઝનું સર્જન કરી શકે તે માટે તેમને સમર્થ બનાવે છે.
ડિજિટલ વ્યૂહનીતિ અને ઇનોવેશનના વડા પ્રિયા દારે તાજેતરમાં હાથ ધરવામાં આવેલી ડિજિટલ પહેલ અંગે ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે, “O2O – ઑફલાઇનથી ઑનલાઇન એ એમવે ઇન્ડિયાની તમામ ડિજિટલ પહેલનું લક્ષ્ય છે અને અમારું મોટાભાગનું કામ અમે ડિજિટલ માધ્યમથી થતું જોવા માંગીએ છીએ. ભારત મોબાઇલ-ફર્સ્ટ બજાર બની રહ્યું હોવાથી, સોશિયલ પ્લેટફોર્મ વધુ શક્તિશાળી શોધમાં પરિવર્તિત થઇ રહ્યાં છે અને આ તકનો લાભ ઉઠાવીને, અમે તાજેતરમાં જ અમારા ડાયરેક્ટ સેલર્સને તેમની સફરમાં આગળ વધવા માટે ઑનલાઇન શોપિંગની સુવિધા પૂરી પાડવા એક મોબાઇલ એપ્લિકેશનનો પ્રારંભ કર્યો છે. આ એપ્લિકેશન ડાયરેક્ટ સેલર્સને ખરીદીનો અનુભવ આપવાની સાથે સાથે તેમના વ્યવસાયમાં વિઝિબલિટી પણ આપે છે અને માત્ર 30 દિવસમાં જ 100,000 કરતા વધારે ડાઉનલોડ સાથે તેને અદભૂત પ્રતિસાદ મળ્યો છે. અમે તાજેતરમાં જ અમારા ચેટબોટ “માયરા”નો પણ પ્રારંભ કર્યો છે જે ડાયરેક્ટ સેલર્સ અને ગ્રાહકોના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે 24X7 ધોરણે કાર્યરત વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ છે. આ ડિજિટલ પહેલો એમવેના ઑનલાઇનથી ઑનલાઇનમાં રૂપાંતરણની કામગીરીનો એક હિસ્સો છે જે પોતાનું મોટાભાગનું વેચાણ ઑનલાઇન પ્લેટફોર્મ પર લઇ જવાના તેમના લક્ષ્યને અનુરૂપ છે. આ દિશામાં આગળ વધતા, અમે વધુ પ્રયોગાત્મક પહેલો શરૂ કરવા માંગીએ છીએ જે ગ્રાહકોને અમારી સાથે જોડાવાનું કામ વધુ સરળ બનાવશે અને તેમની ખરીદીની પ્રક્રિયા પણ વધુ ઝડપી બનાવશે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *