લુબ્રિઝોલ અને ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે ભારતના સૌથી વિશાળ સીપીવીસી રેઝિન પ્લાન્ટ માટે ભાગીદારી કરી

લુબ્રિઝોલ અને ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે ભારતના સૌથી વિશાળ સીપીવીસી રેઝિન પ્લાન્ટ માટે ભાગીદારી કરી

Share this:

  • લુબ્રિઝોલ નજીકના ભવિષ્યમાં ભારતમાં અન્ય આધુનિક પાણીનાં નિવારણો રજૂ કરવાની યોજના ધરાવે છે
  • આ જોડાણથી આદિત્ય બિરલા ગ્રુપ અને ધ લુબ્રિઝોલ કોર્પોરેશન બંને જૂથોની ટેકનોલોજીઓ અને બજારની ચેનલોનો લાભ લઈને જળ વ્યવસ્થાપન, બાંધકામ, ટેક્સટાઈલ્સ, ઓટોમોટિવ અને પાઈપિંગ જેવા વધારાના સેગમેન્ટ્સમાં જોડાણની તકો ખોજ કરશે

અમદાવાદઃ ભારતમાં ક્લોરિનેટેડ પોલીવિનાઈલ ક્લોરાઈડ (સીપીવીસી) પાઈપ અને ફિટિંગ્સ માટે વધતી માગણીને પહોંચી વળવા માટે વૈશ્વિક સ્પેશિયાલ્ટી કેમિકલ આગેવાન અને સીપીવીસી માટે બજાર આગેવાન લુબ્રિઝોલ એડવાન્સ્ડ મટીરિયલ્સ અને આદિત્ય બિરલા ગ્રુપની ફ્લેગશિપ કંપની ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે ભારતમાં સીપીવીસી રેઝિન ઉત્પાદન અને પુરવઠો કરવા માટે નક્કર કરાર કર્યા છે.
તેનો અમલ થતાં ગુજરાતના વિલાયતમાં ગ્રાસિમ સાઈટ ખાતે આ લગભગ 100,000 મેટ્રિક-ટનનો અત્યાધુનિક સીપીવીસી પ્લાન્ટ હશે, જે વૈશ્વિક સ્તરે સીપીવીસી રેઝિન ઉત્પાદન માટે સૌથી વિશાળ સિંગલ- સાઈટ ક્ષમતા હશે. પ્રોજેક્ટ બે તબક્કામાં ઊભો કરાશે. પ્રથમ તબક્કાનું ઉત્પાદન 2022ના અંત સુધી કાર્યરત થવાની ધારણા છે. વિલાયત ખાતે ઉત્પાદન થનારું સીપીવીસી રેઝિન લુબ્રિઝોલના ફ્લોગાર્ડ પ્લસ®, કોરઝેન® અને બ્લેઝમાસ્ટર® બ્રાન્ડ્સ હેઠળ વેચાતી પ્રોડક્ટને અભિમુખ બનાવશે.
ભારત સરકારની મેક ઈન ઈન્ડિયા પહેલના ટેકામાં આ જોડાણ ગુજરાત રાજ્યમાં આર્થિક વિકાસને ગતિ આપવાની અપેક્ષા છે. સ્થાનિક બજારને ટેકો આપવા માટે લુબ્રિઝોલ ગુજરાતના દહેજમાં તેનો મોજૂદ સીપીવીસી કમ્પાઉન્ડ પ્લાન્ટ વિસ્તારવા માટે આગામી વર્ષોમાં વધારાનાં રોકાણો કરશે અને માગણી વધવાનું ચાલુ રહે તેમ સ્થાનિક ઈનોવેશન સેન્ટર સ્થાપિત કરશે.
ભારત મુખ્યત્વે પ્લમ્બિંગ પાઈપ અને ફિટિંગ્સના સ્વરૂપમાં સીપીવીસીનો સૌથી મોટો ઉપભોક્તા છે અને સર્વ નિવાસી અને વ્યાવસાયિક ઈમારતોમાં સ્વચ્છ પાણી માટે વધતી માગણી વૃદ્ધિ પ્રેરિત કરવાનું ચાલુ રાખશે. લુબ્રિઝોલ સીપીવીસી રેઝિન અને સીપીવીસી કમ્પાઉન્ડ્સની વિશ્વભરની સંશોધક અને સૌથી વિશાળ ઉત્પાદક છે. વૈશ્વિક સ્તરે અબજો ફીટ ગોઠવવા સાથે લુબ્રિઝોલનાં સીપીવીસી નિવારણો દુનિયાના બહેતર જીવન જીવવા માટે મદદરૂપ થવા કંપનીના ધ્યેયની રેખામાં લાખ્ખો ઘરોને સ્વચ્છ, સુરક્ષિત પીવાના પાણીને વિશ્વસનીય પહોંચ આપશે અને દીર્ઘ ટકાઉ પ્રણાલીઓને અભિમુખ બનાવશે. આજ સુધી લુબ્રિઝોલ પ્રોડક્ટો સાઉથ એશિયામાં લગભગ 200 મિલિયન નાગરિકોને સુરક્ષિત પાણી આપવા માટે સક્રિય રહી છે. લુબ્રિઝોલ નજીકના ભવિષ્યમાં ભારતમાં અન્ય આધુનિક પાણીનાં નિવારણો રજૂ કરવાની યોજના ધરાવે છે.


ગુજરાતના દહેજમાં તેના મોજૂદ કમ્પાઉન્ડિંગ પ્લાન્ટને રેઝિનનો પુરવઠો કરવા આ રોકાણ સાથે લુબ્રિઝોલ પરિપૂર્ણ સીપીવીસી ક્ષમતા સાથેની એકમાત્ર કંપની બની છે. તેની પ્રાદેશિક ઉત્પાદન ક્ષમતાઓ ઉપરાંત લુબ્રિઝોલ ભારત અને સાઉથ એશિયામાં મજબૂત વિતરણની ખાતરી રાખવા માટે આશીર્વાદ પાઈપ્સ, એલિયાક્સિસ કંપની અને પ્રિન્સ પાઈપ્સ જેવા સ્થાનિક આગેવાનો સાથે જોડાણ કરીને તેનું ગ્રાહક નેટવર્ક મજબૂત બનાવવાનું ચાલુ રાખશે. તેના પ્રાદેશિક ટેકાના ભાગરૂપ લુબ્રિઝોલ ભારતમાં પ્લમ્બરોના મોજૂદ વિકાસ માટે પણ કટિબદ્ધ છે, જે માટે આધુનિક પ્લમ્બિંગ સિસ્ટમ્સની ગોઠવણી પર લગભગ 100,000 સ્થાનિક પ્લમ્બરોને તાલીમ આપી છે.
આ જોડાણ ભારત અને સાઉથ એશિયામાં અમારા ગ્રાહકોને બહેતર સેવા આપવા માટે લુબ્રિઝોલને મદદરૂપ થશે અને ભારતીય અર્થવ્યવસ્થાને ટેકો આપશે, એમ લુબ્રિઝોલ એડવાન્સ્ડ મટીરિયલ્સ, સાઉથ એશિયાના વાઈસ પ્રેસિડેન્ટ અર્ણવ પાનોએ જણાવ્યું હતું. સક્ષમ રસાયણ ઉત્પાદન પ્રત્યે અમારી કટિબદ્ધતા સાથે અનુકૂળતા સાધતી પ્રતિષ્ઠિત વૈશ્વિક સમૂહ ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ સાથે જોડાણથી અમારા ગ્રાહકોને વધુ, વિશ્વસનીય સીપીવીસી પુરવઠો મળશે અને ફ્લોગાર્ડ® પ્લસ પ્લમ્બિંગ સોલ્યુશન્સ દ્વારા અપાતા લાભો થકી લાખ્ખો વૈશ્વિક નાગરિકો માટે સ્વચ્છ, સુરક્ષિત પીવાનાં પાણીને સુધારિત પહોંચના અમારા લક્ષ્યને વધુ બળ મળશે.
લુબ્રિઝોલ એડવાન્સ્ડ મટીરિયલ્સ સાથે આ જોડાણ વિશ્વ કક્ષાની ટેકનોલોજીઓ ભારતમાં લાવવા માટે અમારા લાંબી મુદતના નિર્દેશના ભાગરૂપ છે અને ક્લોર- આલ્કલી અને ડેરિવેટિવ્ઝ મંચમાં અમારી વૃદ્ધિની વ્યૂહરચના પૂરક પણ રહેશે, એમ આદિત્ય બિરલા ગ્રુપના ગ્લોબલ કેમિકલ્સના સીઈઓ અને ફર્ટિલાઈઝર્સ અને ઈન્સ્યુલેટર્સના ગ્રુપ બિઝનેસ હેડ કલ્યાણ રામ મદભૂશીએ જણાવ્યું હતું. આ જોડાણ મેક ઈન ઈન્ડિયા પહેલને ટેકો આપશે અને સ્થાનિક નોકરીઓ અને નીચા પ્રવાહની તકો નિર્માણ કરવાની ધારણા છે.
આ જોડાણથી આદિત્ય બિરલા ગ્રુપ અને ધ લુબ્રિઝોલ કોર્પોરેશન બંને જૂથોની ટેકનોલોજીઓ અને બજારની ચેનલોનો લાભ લઈને જળ વ્યવસ્થાપન, બાંધકામ, ટેક્સટાઈલ્સ, ઓટોમોટિવ અને પાઈપિંગ જેવા વધારાના સેગમેન્ટ્સમાં જોડાણની તકો ખોજ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *